કૉમ્પોઝિશન સ્કીમ હેઠળ જીએસટી કરદાતાઓ માટે

કૉમ્પોઝિશન સ્કીમ હેઠળ જીએસટી કરદાતાઓ માટે
ત્રિમાસિક રિટર્નના ફોર્મ સરળ બનાવાયા

નવી દિલ્હી, તા. 25 : જીએસટીમાં કૉમ્પોઝિશન સ્કીમ ધરાવતા કરદાતાઓને રાહત આપવા નાણાં મંત્રાલયે સરળ ફોર્મમાં ત્રિમાસિક રિટર્ન `સેલ્ફ એસેસ્ડ ટૅક્સ' તરીકે ફાઈલ કરવાની પરવાનગી આપી છે.
અત્યારે વેપારીઓને જીએસટીઆર-4 હેઠળ આશરે સાત પાનાનું રિટર્ન દર ત્રણ મહિને ફાઈલ કરવું પડે છે.
સેન્ટ્રલ બોર્ડ અૉફ ઈનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ના નોટિફિકેશન અનુસાર કોમ્પોઝિશન સ્કીમ હેઠળના કરદાતાઓ 31 માર્ચે પૂરા થયેલા નાણાં વર્ષ માટે 30મી એપ્રિલ સુધીમાં જીએસટીઆર-4 વાર્ષિક રિટર્ન ભરી શકશે. તે સાથે સીબીઆઈસીએ કોમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર કરદાતાઓને સેલ્ફ એસેસ્ડ ટૅક્સ પેમેન્ટનું સ્ટેટમેન્ટ સરળ ફોર્મમાં ભરવાની મંજૂરી આપી છે. જીએસટી સીએમપી-08 ફોર્મ કરદાતાએ ભરવાનું રહેશે. આ સ્કીમ હેઠળ વેપારીઓને તેમના ટર્નઓવર ઉપર ઓછો કર ભરવાની સવલત મળે છે. નવા ફોર્મેટ મુજબ કોમ્પોઝિશન સ્કીમ હેઠળના વેપારીઓને જુલાઈમાં એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાનું રિટર્ન ફાઈલ સરળ ફોર્મમાં કરવાનું રહેશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer