વિખે પાટીલનું રાજીનામું સ્વીકારાયું

અહમદનગર જિલ્લા કૉંગ્રેસ કમિટી વિખેરાઇ

મુંબઈ, તા. 25 : કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની શિરડી લોકસભા બેઠક અંતર્ગતના સંગમનેરમાં રૅલીની પૂર્વ સંધ્યાએ આજે પ્રદેશ કૉંગ્રેસે બે નિર્ણયો લેતા પાર્ટીના અહમદનગર જિલ્લા એકમને બરખાસ્ત કર્યું છે અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને વરિષ્ઠ કૉંગ્રેસી રાધાકૃષ્ણ વીખે પાટીલનું રાજીનામું રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હોવાનું પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણે જણાવ્યું હતું. 
એનસીપી સાથેની યુતિ પ્રમાણે અહમદનગરની બેઠક એનસીપીને ફાળવાતા રાધાકૃષ્ણ વીખે પાટીલના પુત્ર સુજય ભાજપમાં જોડાયા હતા અને અહમદનગર બેઠક પર સુજયને ભાજપે ઉમેદવારી આપતા વીખે પાટીલની કૉંગ્રેસ પ્રત્યેની નિષ્ઠા સામે સવાલો ઉઠયા હતા. તેથી તેમણે રાજીનામું આપ્યું હતું, જે રાહુલ ગાંધીએ સ્વીકાર્યું હોવાનું ચવ્હાણે જણાવ્યું હતું. અહમદનગર જિલ્લા કૉંગ્રેસના અધ્યક્ષ કરણ સસાણેએ અહમદનગરના બેઠકના એનસીપીના ઉમેદવાર સંગ્રામ જગતાપનો પ્રચાર કરવાનો ઇનકાર કરતા પાર્ટીએ યુતિ ધર્મ જાળવવા પાર્ટીના જિલ્લાના સંગઠનને જ વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે, એમ ચવ્હાણે જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer