ગિરિરાજે સર્જ્યો વિવાદ

કબ્રસ્તાન માટે જમીન જોઈએ તો વંદેમાતરમ ગાઓ
 
નવી દિલ્હી, તા. 25 : પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા મોદી સરકારના કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે વધુ એક વાર વિવાદસર્જક નિવેદન કરતાં જાહેર મંચ પરથી મુસ્લિમ સમુદાયના લોકોને ચેતવણી આપી નાખી છે.
ગિરિરાજે કહ્યું હતું કે, કબર માટે ત્રણ હાથ જમીન જોઈએ, તો આ દેશમાં ભારત માતાની જયજયકાર સાથે વંદે માતરમ્ ગાવું પડશે.
કેન્દ્રીય મંત્રીએ આ નિવેદન કર્યું ત્યારે મંચ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત હતા. તમે વંદે માતરમ્ નહીં ગાવ તો દેશ તમને કદી પણ માફ નહીં કરે, તેવું સિંહે ઉમેર્યું હતું.
બિહારની બેગુસરાય બેઠકના એનડીએ ઉમેદવાર ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, કેટલાક લોકો બિહારની ધરતીને લોહીથી લાલ કરવા માગે છે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer