દારૂગોળા માટે સેના સુરંગ બનાવશે

એન.એચ.પી.સી. સાથે સમજૂતી કરાર થયા

નવી દિલ્હી, તા. 25 : ભારતીય સૈન્ય પોતાના ગોળા બારૂદ સુરક્ષિત રાખવા માટે જે સુરંગ બનાવવાના પ્રયાસ ઘણા વરસોથી કરતું હતું તે અંતે હવે બનશે. શરૂઆત ચાર સુરંગના નિર્માણ સાથે થશે.
સૈન્ય અને એન.એચ.પી.સી. વચ્ચે ગુરુવારે આ મહત્ત્વની કામગીરી માટેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
સેના લાંબા સમયથી પાકિસ્તાન અને ચીનની સીમાઓ પાસે ગોળા બારૂદ રાખવા માટે સુરંગ તૈયાર કરવાની યોજના ઘડી રહી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer