શૌચાલયની અછતના કારણે થતા હતા 90 ટકા બળાત્કાર

ફૂલપુર અને અલાહાબાદમાં પ્રચાર દરમિયાન મંત્રી એસપી બધેલે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
 
પ્રયાગરાજ, તા. 25 : ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી એસપી સિંહ બધેલે ગુરૂવારે પ્રયાગરાજમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, શૌચાલયની કમીના કારણે 90 ટકા બળાત્કાર થતા હતા અને આ વાત તેમના ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં દાખલ મામલામાં મહિલાઓના નિવેદનથી બહાર આવી છે. આગરા લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર બધેલે કહ્યું હતું કે, પીએમ મોદીએ શૌચલયની દિશામાં સારૂ કામ કર્યું છે અને તેને `ઈજ્જત ઘર' નામ આપ્યું છે. 
અલ્હાબાદ અને ફૂલપુર બેઠક ઉપર ચૂંટણી પ્રચાર સમયે મંત્રી એસપી બધેલે દાવો કર્યો હતો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને લઈને લોકો ભાજપના ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે.  સંબોધન દરમિયાન બધેલે બળાત્કારની ઘટનાઓને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, અગાઉ બળાત્કારની 90 ટકા ઘટના શૌચાલયની કમીના કારણે બનતી હતી. પરંતુ શૌચાલયોના નિર્માણ માટે મોદી સરકારે કરેલા કામથી મહિલાઓની મુશ્કેલીમાં ઘટાડો થયો છે. 
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer