વડોદરા-હાલોલ ટોલ પ્લાઝાની ઓફિસમાં યુવાનની આત્મહત્યા

અમારા પતિનિધિ તરફથી
વડોદરા,તા,25,વડોદરા શહેરના વાઘોડિયા-આજવા રોડ પર આવેલા સી-403 રૂદ્રાક્ષ બ્લીઝમાં પત્ની ચાંદનીબહેન અને દોઢ વર્ષના પુત્ર જશ સાથે રહેતો કૃણાલ વિનોદભાઇ ડોડિયા (35) હાલોલ-વડોદરા રોડ ઉપર વડોદરા ટોલ પ્લાઝા પર ઇલેકટ્રીકલ સુપર વાઇઝર તરીકે નોકરી કરતો હતો. આ સાથે તેઓ પ્રાઇવેટ ઇલેક્ટ્રીશિયનનું પણ કામ કરતો હતો.  
કૃણાલના પરિવારજનોએ જણાવ્યું હતું કે, કૃણાલ બુધવારે બપોરે 1 વાગે ઘરે જમવા માટે આવ્યો હતો. અને પત્નીને રાત્રે આવતા મોડું થશે, તેમ જણાવી પરત ઓફિસ ગયો હતો. મોડી રાત સુધી કૃણાલ પરત ન ફરતા પરિવારજનોએ તપાસ શરૂ કરી હતી. જેમાં તેઓને કૃણાલે ટોલ પ્લાઝાના આઇ.ટી. રૂમના પાછળના ભાગે વાયરથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હોવાની માહિતી મળી હતી. જોકે, પરિવારજનોએ કૃણાલે આપઘાત કર્યો નથી. પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. 
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer