48 કલાકમાં તમિળનાડુ - પુન્ડુચેરીમાં છૂટાછવાયાં

 સ્થળોએ ચક્રવાતી વાવાઝોડું, ભારે વરસાદની આગાહી
 
ચેન્નાઈ, તા. 2પ: આગામી 48 કલાકમાં તમિળનાડુ અને પુન્ડુચેરીમાંના છુટાછવાયાં સ્થળોએ જોરદાર પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થવાની ચેતવણી હવામાન વિભાગે (આઈએમડીએ) આજે જારી કરી છે. પ્રતિ કલાક 60 કિમીની ઝડપે વેગીલા પવન ફૂંકાવાની અને વીજળીના કડાકાભડાકા થવા સાથે ગાજવીજવાળા તોફાનની પ્રવૃત્તિ પણ તીવ્ર બનશે.
તા. 27થી તા. 29 દરમિયાન હળવા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવા સંભવ છે, જે તમિળનાડુ અને પુન્ડુચેરીના કાંઠાળ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ તાણી લાવે તેવી સંભાવના છે. આ કાંઠાળ વિસ્તારોમાં આવતા સપ્તાહના આરંભે શરૂ થાય તે રીતે ભારે વરસાદ પડવાની વકી છે એમ વિભાગે તેની યાદીમાં જણાવ્યું છે.
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer