મધ્યપ્રદેશનું ખરગોન અને મહારાષ્ટ્રનું અકોલા વિશ્વમાં સૌથી વધુ ઉષ્ણ

મુંબઈ, તા.25 : વિશ્વમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન ગઇ કાલે મધ્યપ્રદેશના ખરગોન અને ત્યારબાદ મહારાષ્ટ્રના અકોલામાં નોંધાયું હતું. ચૈત્ર મહિનાની ઉષ્ણ લહેરની લપેટમાં આવેલા મધ્યપ્રદેશના ખરગોનમાં 24 એપ્રિલે મહત્તમ 45.6 અને મહારાષ્ટ્રના અકોલામાં મહત્તમ 45.1 અંશ સેલ્શિયસ તાપમાન નોંધાયું હતું. 
`વર્લ્ડ વેધર ટુડે ડોટ ઇન્ફો' વેબસાઇટ પરની માહિતી પ્રમાણે અગાઉ વિશ્વમાં સૌથી વધુ તાપમાનનો રેકર્ડ 10 જુલાઇ 1913ના અમેરિકાના ડેથ વેલીના કેલિફોર્નિયામાં 56.7 ડિગ્રીનો છે. ત્યારબાદ સાત જુલાઇ 1931ના ટયુનિશિયાના કેબિલી શહેરમાં 55 ડિગ્રી અને છેલ્લાં દાયકામાં 31 જુલાઇ 2012ના કુવૈતના સુલાઇબે ખાતે 53.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે, આ તમામ આંકડા જુલાઇના છે, તેથી એપ્રિલનું સૌથી વધુ તાપમાન ગઇ કાલે ખરગોન અને અકોલામાં નોંધાયું હતું. ઉષ્ણ લહેરની અકળામણ મહારાષ્ટ્રના વિદર્ભ અને મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત પાકિસ્તાનના કેટલાંક વિસ્તારોમાં પણ અનુભવાય હતી.
24 એપ્રિલના સર્વાધિક તાપમાન
શહેર                         તાપમાન (ડિગ્રી)
ખરગોન                     45.6
અકોલા                      45.1
બ્રહ્મપુરી                     44.7
ધાર                           44.5
ચુરૂ                            44.4
બારમેર                      44.2
ચંદ્રપુર                       44.2
સવાઇ માધવપુર         44.2
નવાબશાહ(પાકિસ્તાન) 44.1 
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer