ફેસબુક પર લાગી શકે છે 3.5 ખરબનો તોતિંગ દંડ

યુઝર્સની ગોપનિયતા જાળવી નહીં શકવા બદલ સંઘીય વેપાર પંચ પગલું લેશે !
 
નવી દિલ્હી, તા. 25 : સોશિયલ મીડિયા જગતની દિગ્ગજ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પર 5 અબજ ડોલર એટલે કે 3.5 ખરબ રૂપિયાનો દંડ લાગી શકે છે.
હકીકત કંઈક એવી છે કે છેલ્લા કેટલાક સમયથી ફેસબુક યુઝર્સની ગોપનિયતા જાળવવામાં નિષ્ફળતા બદલ લગાતાર સવાલોનો સામનો કરી રહી છે.
ફેડરલ ટ્રેડ કમિશન એટલે કે સંઘીય વ્યાપાર પંચ સોશિયલ સાઈટને પાંચ અબજ ડોલરનો કમરતોડ દંડ ફટકારી શકે છે, તેવી ભીતિ ખુદ ફેસબુકે દર્શાવી હતી.
દંડની આટલી રકમ વસૂલ કરાય તો તે ફેસબુકની એક વરસની આવક જેટલી થશે. સાઈટે 2019ના નાણાકીય વરસના જારી કરેલા અહેવાલમાં આવો અંદાજ આપ્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer