પહેલીવાર સેનામાં મહિલા ભરતી સૈન્ય પોલીસમાં 100 જગ્યા માટે જાહેરાત કરી

નવી દિલ્હી, તા. 25 : ભારતીય સૈન્યમાં પહેલીવાર એવું બનશે કે સેના પોલીસમાં મહિલાઓની ભરતી કરાશે. સેનાએ અખબારોમાં જાહેરાતો પણ આપી દીધી છે.
પ્રથમ વખત સૈન્ય પોલીસમાં સૈનિક બનવા માટે મહિલાઓ અરજી કરી શકશે, ઓનલાઈન અરજી માટેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, જેના માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી દેવાઈ છે.
મહિલાઓ આઠમી જૂન સુધીમાં અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે પદભાર સંભાળતાંની સાથે જ આ પરિયોજના પર કામ શરૂ કરી દીધું હતું.
ભારતીય સૈન્યની સત્તાવાર વેબસાઈટ www. joinindianarmy.nic.in પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
ઉમેદવાર મહિલાઓ આજથી એટલે કે, 25મી એપ્રિલથી 8 જૂન 2019 સુધી સેનાની આ વેબસાઈટ પર આવેદન કરી શકશે.
સેનામાં મહિલાઓ માટે મહિલા સેના પોલીસની 100 જગ્યાઓ પર અરજી મગાઈ છે. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધો. 10 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉમર 17થી 21 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer