સાધ્વી પ્રજ્ઞાનું વધુ એક વિવાદી નિવેદન

સાધ્વી પ્રજ્ઞાનું વધુ એક વિવાદી નિવેદન
દિગ્વિજયને ગણાવ્યા આતંકવાદી
 
ભોપાલ, તા. 25 : મધ્યપ્રદેશની ભોપાલ સંસદીય બેઠકથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર એક પછી એક વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. હવે પ્રજ્ઞા સિંહ ઠાકુરે કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને આતંકવાદી કહ્યા છે. સીહોરમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, રાજ્યમાં 16 વર્ષ પહેલા ઉમા દીદીએ દિગ્વિજયને હરાવ્યા હતા અને 16 વર્ષ સુધી તે ચહેરો ઉંચો કરી શક્યા નહોતા. હવે ફરી માથું ઉંચક્યું છે ત્યારે ફરી એક સન્યાસીનો સામનો થઈ રહ્યો છે. જે તેમના કર્મોનું પ્રત્યક્ષ પ્રમાણ છે. 
સાધ્વી પ્રજ્ઞાએ ઉમેર્યું હતું કે, વધુ એક વખત આતંકીના સર્વનાશ માટે સન્યાસીને ઉભા થવાની ફરજ પડી છે. ભોપાલ સંસદીય બેઠક ઉપરથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઉમેદવાર બનાવ્યા છે. કાર્યકર્તા સંમેલનમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ક્યારેય વિવાદમાં નથી રહ્યા. તેમની સામે ષડયંત્ર રચવામાં આવ્યા છે. ભાજપ અને પાર્ટી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર તરફથી દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ ઉપર સતત શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer