વિપક્ષ ઝીરો બટે સન્નાટા બની રહેશે વડા પ્રધાન મોદી

વિપક્ષ ઝીરો બટે સન્નાટા બની રહેશે વડા પ્રધાન મોદી
આજે વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવશે
પ્રમોદ મુઝુમદાર તરફથી
વારાણસી, તા. 25 : આજે રોડ શો બાદ આવતીકાલે શુક્રવારે જદયુ અધ્યક્ષ નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના સાથી પક્ષોના પ્રમુખ અને ભાજપના મંત્રીઓની હાજરી વચ્ચે વડાપ્રધાન મોદી વારાણસી લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર દાખલ કરશે. જેમાં વ્હેલી સવારે બુથ પ્રમુખો અને પક્ષના કાર્યકર્તાઓને સંબોધન બાદ સવારે 11 વાગ્યે ભગવાન કાળ ભૈરવની પૂજા કરશે. 
વારાણસીમાં રોડ શો પહેલા વડાપ્રધાન મોદીએ બાંદામાં એક રેલીને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું હતું કે, બુંદેલખંડમાં મા ભારતીના ગૌરવ ગાનની જુની પરંપરા છે અને બુંદેલખંડમાં પહોંચીને એક વીર જવાનને નમન કરવાનો મોકો મળ્યો છે. જેઓ સ્વાગત માટે કતારમાં જોવા મળ્યા હતા. મોદીએ વિપક્ષને નિશાને લેતા કહ્યું હતું કે, ત્રણ તબક્કાના મતદાન બાદ વિપક્ષનો ચહેરો ઉતરી ગયો છે કારણ કે તેઓ પરિણામ જાણે છે. વધુમાં હિન્દી ફિલ્મ નિલ બટે સન્નાટાની તર્જ ઉપર મોદીએ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં વિપક્ષી દળ ઝીરો બટે સન્નાટા રહેશે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer