ભાજપ કાર્યાલયને નક્સલીઓએ બોમ્બથી ઉડાવ્યું

રાંચી, તા. 26 : લોકસભા ચૂંટણી 2019 પહેલાં જ ઝારખંડના પલામૂમાં નક્સલીઓએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દીધું છે. નક્સલીઓએ ભાજપ કાર્યાલય પાસે ફાયારિંગ પણ કર્યું હતું. ભાજપનું આ કાર્યાલય પોલીસ સ્ટેશનથી નજીક હતું. નક્સલીઓએ ઘટનાસ્થળે એક ચિઠ્ઠી પણ મૂકી હતી જેમાં નક્સલીઓએ જનતાને અપીલ કરી છે કે, 17મી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરો. જનતાની ઘણી જનવાદી સત્તાને સ્થાપિત કરો, આ ઘટના પલામૂ જિલ્લાના હરિહરગંજ બજારની છે. નક્સલીઓએ મૂકેલી આ ચિઠ્ઠીમાં ચૂંટણી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ ચિઠ્ઠીમાં નક્સલીઓએ વડા પ્રધાન મોદીની તુલના દેડકા સાથે કરી છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer