વિમાનીમથકે `રેડ એલર્ટ''

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુંબઈ મુલાકાત અને લોકસભાની ચૂંટણીને લઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવી છે. આ અંતર્ગત વિમાનીમથક પરિસરમાં મુક્ત આવ-જા કરી શકાશે નહીં.
આ રેડ એલર્ટ વડા પ્રધાનની મુલાકાત માટે હોવા છતાં ચૂંટણી ચાલુ હોઈ વડા પ્રધાનની મુલાકાત પછી પણ તે કાયમ રહેશે. મુંબઈમાં 29મી એપ્રિલે મતદાન છે તેને લઈ સોમવાર રાત્રિ સુધી આ એલર્ટ ચાલુ રહેશે એમ સૂત્રોએ 
જણાવ્યું છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer