વિકી 31મો જન્મદિવસ ન્યૂ યોર્કમાં ઉજવશે

વિકી 31મો જન્મદિવસ ન્યૂ યોર્કમાં ઉજવશે
ગયા વર્ષના મે બાદ `રાઝી', `સંજુ', `મનમર્ઝિયાં' અને `ઉરી : ધી સર્જીકર સ્ટ્રાઈક' જેવી ચાર ફિલ્મોમાં કામ કરનારા વિકી કૌશલે તેનો 31મો જન્મદિવસ ન્યુયોર્કમાં ઉજવવાની યોજના ઘડી છે જે 16મી મેએ આવે છે.
વિકી કૌશલે ન્યૂયોર્કના સેલીબ્રેશન માટે બે સપ્તાહનો બ્રેક લીધો છે અને કંટ્રીસાઈડમાં એક વિલા ભાડા પર લીધી છે. યોગાનુયોગે વિકીનો ફિલ્મ `ઉરી'નો ડિરેક્ટરઆદિત્ય ધાર લોસ એન્જલીસમાં તેના આગામી કોલેબોરેશન `અશ્વત્થામા' પર કામ કરી રહ્યો છે. વિકીએ અભિનેતા તરીકે આટલા ટૂંકા ગાળામાં મેળવેલી લોકપ્રિયતા ખરેખર વખાણવા લાયક છે. બર્થડે ઉજવ્યા બાદ વિકી એવોર્ડ વિજેતા બ્રોડવે પ્લે `સ્લીપ નો મોર' જોવા જશે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer