એટીપી ક્રમાંકમાં ટોચ પર જોકોવિચનો દબદબો

એટીપી ક્રમાંકમાં ટોચ પર જોકોવિચનો દબદબો
મેડ્રિડ તા.14: પોતાનો ત્રીજો મેડ્રિડ ઓપન ખિતાબ જીતનાર સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ એટીપી વર્લ્ડ ક્રમાંકમાં પહેલા સ્થાને મજબૂત બન્યો છે. જોકોવિચ 12115 પોઇન્ટ સાથે ટોચ પર છે. બીજા સ્થાન પરના સ્પેનના રાફેલ નડાલના 7945 પોઇન્ટ છે. આથી બન્ને વચ્ચે 4000થી વધુ પોઇન્ટનું અંતર છે. ત્રીજા સ્થાન પર મહાન રોઝર ફેડરર છે. તેના 5770 પોઇન્ટ છે. વર્ષ 2003માં ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરનાર જોકોવિચ કુલ 74 એટીપી ખિતાબ જીતી ચૂકયો છે. મેડ્રિડ ઓપનનો રનર્સઅપ ગ્રીસનો સિટસિપાસ નવમા નંબર પર આવી ગયો છે. મહિલા વિભાગમાં જાપાનની નાઓમી ઓસાકા પહેલા નંબર પર યથાવત છે. તેના 6356 પોઇન્ટ છે. બીજા નંબર પર સિમોના હાલેપ (6117) છે. જર્મનીની એન્જેલિકા કર્બર ત્રીજા નંબર પર છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer