ઈટાલિયન ઓપન સેઈસેઈને હરાવીને મુગુરુજા બીજા રાઉન્ડમાં

ઈટાલિયન ઓપન સેઈસેઈને હરાવીને મુગુરુજા બીજા રાઉન્ડમાં
રોમ તા.14: પૂર્વ ફ્રેંચ ઓપન ચેમ્પિયન ગારબાઇન મુગુરુજા ચીનની ઝોંગ સેઇસેઇને હાર આપીને ઇટાલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પહોંચી ગઇ છે. દુનિયાની પૂર્વ નંબર વન મુગુરુજાએ 46મા ક્રમની ઝોંગ સામે 6-3 અને 6-4થી વિજય મેળવ્યો હતો. અન્ય એક મેચમાં બે વખતની ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન વિકટોરિયા અજારેંકાએ પણ ચીની ખેલાડી ઝાંગ શુઆઇને 6-2 અને 6-1થી હાર આપી હતી. તેની ટકકર હવે એલિના સ્વિતોલિના સામે થશે. બીજી તરફ ચીનની 15મા ક્રમની ખેલાડી વાંગ કિયાંગે ઝેક ગણરાજયની કેટરિના સિનિયાકોવાને 1-6, 7-5 અને 6-4થી હાર આપી હતી. કોર્ટ પર વાપસી કરનાર સેરેનાએ પહેલા રાઉન્ડમાં સ્વીડનની રેબેકા પીટરસનને 6-4 અને 6-2થી હાર આપી હતી. બીજા રાઉન્ડમાં સેરેનાની ટકકર તેની બહેન વિનસ વિલિયમ્સ સામે થશે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer