આઇસીસીની રેફરી પેનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા જી. એસ. લક્ષ્મી

આઇસીસીની રેફરી પેનલમાં સ્થાન મેળવનાર પ્રથમ મહિલા જી. એસ. લક્ષ્મી
નવી દિલ્હી, તા.14: આઇસીસીએ ભારતની જી. એસ. લક્ષ્મીને મેચ રેફરીની ઇન્ટરનેશનલ પેનલમાં સ્થાન આપ્યું છે. તેણી આ પેનલમાં સ્થાન મેળવનાર પહેલી મહિલા રેફરી છે. આઇસીસીની વિજ્ઞપ્તિમાં એમ પણ જણાવાયું છે કે જીએસ લક્ષ્મી તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેશનલ મેચમાં રેફરીની ભૂમિકા ભજવવા માટે યોગ્ય થઇ ગઇ છે. આથી જીએસ લક્ષ્મી પુરુષોના ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં રેફરીની ભૂમિકામાં ટૂંક સમયમાં નજરે પડશે. આંધ્ર પ્રદેશની પ1 વર્ષીય જીએસ લક્ષ્મીએ 2008માં પહેલીવાર ઘરેલુ મહિલા ક્રિકેટમાં રેફરીની જવાબદારી સંભાળી હતી. આ પછી તે મહિલા ક્રિકેટના આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરી રહી ચૂકી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer