શૅરબજારમાં મંદી અટકી ધીમો સુધારો

શૅરબજારમાં મંદી અટકી ધીમો સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : શૅરબજાર સતત નવ દિવસ ઘટયા પછી આજે થોડા સુધારે બંધ રહ્યું હતું. બીએસઈ ખાતે સેન્સેક્ષ 228 પૉઈન્ટ વધીને 37319 અને એનએસઈ ખાતે નિફટી 74 પૉઈન્ટ સુધાર સાથે 11222 બંધ રહ્યો હતો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, એસબીઆઈ અને ફાર્મા ક્ષેત્રમાં નવી લેવાલીથી બજારને સકારાત્મક બંધ આપવામાં ટેકો મળ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચીન-અમેરિકાની ટ્રેડ વાટાઘાટ બાબતે સકારાત્મક સંકેત આપ્યો છે. જોકે, સ્થાનિક બજારમાં ઘટેલા ભાવે આકર્ષક વેલ્યુએશને ખરીદી થઈ હોવાનો બજારનો અભિપ્રાય છે. આજે સુધરનાર મુખ્ય શૅરમાં ભારતી ઍરટેલ રૂા. 18, ઈન્ડિયાબુલ્સ રૂા. 38, સન ફાર્મા રૂા. 21, ગેઈલ રૂા. 13, આઈસીઆઈસીઆઈ રૂા. 4, એસબીઆઈ રૂા. 8, રિલાયન્સ રૂા. 28, અલ્ટ્રાટેક રૂા. 86, આઈટીસી રૂા. 5, મારુતિ રૂા. 32 વધ્યા હતા.
આજના સુધારામાં બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સ 88 અને સ્મોલકેપ ઈન્ડેક્સ 42 પૉઈન્ટ વધ્યો હતો. પીએસયુ બૅન્કેક્સ 3 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 1.5 ટકા વધવા સાથે આઈટી 1.2 ટકા ઘટાડે હતો. વિદેશમાં તાતા ગ્રુપનો સોદો રદ થવાથી શૅરનો ભાવ નવી નીચી સપાટીએ રૂા. 462 કવોટ થયો હતો. જેટ ઍરવેઝ 7 ટકા ઘટાડે રૂા. 129 કવોટ થયો હતો. રૂપિયામાં તીવ્ર વધઘટથી ટીસીએસ 1.27 ટકા, વિપ્રો 1.5 ટકા, એચસીએલ ટેક્નૉલૉજી 2 ટકા, એચયુએલમાં રૂા. 4નો ઘટાડો થયો હતો.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે આજે નિફટી 11300ની મહત્ત્વપૃર્ણ રેસિસ્ટન્ટ સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો હોવાથી બજારમાં નવા મોટા ટકાઉ સુધારાનો સંકેત નથી. જેથી ખરીદીમાં સાવધાની જરૂરી રહેશે. મુખ્ય પ્રતિકાર ઝોન 11400થી 11510નો મહત્ત્વપૂર્ણ બને છે.
એશિયન બજારો
ચીન-અમેરિકાના ટ્રેડ વૉરના કારણે એશિયાનો મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ 1.1 ટકા ઘટાડે કવોટ થયો હતો.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer