હીરા ઉપર આઈજીએસટીથી ઉદ્યોગકારોમાં ભારે નારાજગી

હીરા ઉપર આઈજીએસટીથી ઉદ્યોગકારોમાં ભારે નારાજગી
વિદેશમાં આયોજીત પ્રદર્શનમાંથી ફરી આયાત થતાં 

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા.14 : મુંબઈ કસ્ટમ વિભાગે બહાર પાડેલાં ડાયમંડનાં ગ્રેડીંગ વિશેનાં નવા નોટીફીકેશનને લઈને હીરાઉદ્યોગમાં ભારે નારાજગી છે. જીએસટી લાગુ થયા બાદથી હીરાઉદ્યોગમાં ઉદ્ભવેલા પ્રશ્નોને લઈને જીએસટી કમિટીએ કોઈ ઉકેલ લાવ્યો ન હોવાથી હીરાના નાના-મોટા તમામ એકમો માટે મુશ્કેલી વધી છે. વિદેશોમાં આયોજીત પ્રદર્શનમાંથી ફરી આયાત થતા કટ તથા પોલીશ્ડ ડાયમંડ તેમજ ઝવેરાત ઉપર અનુક્રમે 0.25 અને 3 ટકા જેટલું આઈજીએસટી લાગુ થતાં હીરાઉદ્યોગકારોમાં સખત વિરોધ જોવા મળી રહ્યો છે. 
આ ઉપરાંત હીરાઉદ્યોગમાં જુદી-જુદી સર્વિસ ઉપર પાંચ ટકાથી લઈને 18 સુધી જીએસટી લાગુ થતાં નાના એકમોને મોટી મુશ્કેલી પડી હોવાનો સૂર જોવા મળ્યો છે. 
તાજેતરમાં સુરત પધારેલાં જીએસટી એડવાઈઝરી કમિટીના ઓમપ્રકાશ મિત્તલને હીરાઉદ્યોગના અગ્રણીઓ, જીજેઈપીસીના પ્રતિનિધી અને સુરત ડાયમંડ ઍસોસીયેશનના પદાધિકારીઓએ હીરાઉદ્યોગને પડી રહેલી તકલીફો વિશે વિગતવાર માહિતી આપી હતી. 
જીજેઈપીસીના ડાયરેક્ટર જિલ્પા શેઠ સાથે વાત કરતા તેઓ કહે છે કે, વિદેશોમા આયોજીત પ્રદર્શનમા મૂકાયેલાં કટ તથા પોલીશ્ડ ડાયમંડ ફરી આયાત કરવામાં આવે તો તેના પર આઈજીએસટી યોગ્ય નથી. આમ પણ જ્યારે હીરાનું વેચાણ થાય છે તેના પર ડયુટી લાગુ પડે છે, પરંતુ જે કટ-પોલીશ્ડ હીરાનું વેચાણ થયું નથી તેને પરત લાવવા ઉપર 0.25 અને જ્વેલરી ઉપર 3 ટકા આઈજીએસટીને લઈને હીરાઉદ્યોગ મુશ્કેલીમાં છે. આ ઉપરાંત હીરાઉદ્યોગમાં ગ્રેડીંગથી લઈને સર્ટીફીકેશન સુધીની તમામ સર્વિસીસ ઉપર પાંચ ટકાથી લઈને 18 ટકા જીએસટી લાગુ છે. આ કરબોજને દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer