મોદી સરકાર ડૂબતું જહાજ, આરએસએસએ પણ ટેકો આપવાનું બંધ કર્યું છે : માયાવતી

`દેશને ચાયવાલા કે ચોકીદાર નહીં માત્ર પીએમની જરૂર' 

લખનૌ તા. 14 : વડા પ્રધાન પર કડવાશભર્યો અંગત પ્રહાર કર્યા બાદ બસપાના વડા માયાવતીએ નરેન્દ્ર મોદી સરકારને ડૂબતુ જહાજ ગણાવી જણાવ્યું હતું કે આરએસએસ સુધ્ધાં તેને ટેકો આપવો બંધ કર્યાનું જણાય છે. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે મોદીની સરકાર ચૂંટણી ગુમાવી રહી છે. ગઈ ચૂંટણીમાં આપેલા વચનો પરિપૂર્ણ થયા નથી અને લોકોનો આક્રોશ જોતાં સ્વયંસેવકો કામે લગાડાયેલા જોવા મળતા નથી, તેણે શ્રી મોદીને નર્વસ બનાવી મૂકયા છે. દેશને બેવડા વ્યકિતત્વો વડે હવે છેતરી શકાશે નહીં, દેશને હવે માત્ર પીએમની જરૂર છે, ચાયવાલા કે ચોકીદારની નહીં. દેશ સેવક, મુખ્ય સેવક, ચાયવાલા, અને ચોકીદારના રૂપે કેટલાક નેતાઓ જોઈ ચૂકયો છે, જેનાથી પ્રજા ગુમરાહ થઈ છે. આવા બેવડા વ્યકિતત્વ વડે પ્રજાને મૂર્ખ બનાવી હવે વધુ મૂર્ખ બનવા માગતી નથી.દેશને હવે શુદ્ધપણે વડા પ્રધાનની જ જરૂર છે, જે બંધારણમાં સમાવિષ્ટ કલ્યાણની ભાવના મુજબ દેશ ચલાવે એવી ટકોર માયાવતીએ કરી હતી.
ચૂંટણી આચારસંહિતાભંગ માટે ઉમેદવાર પરના પ્રતિબંધ દરમિયાન જો તેઓ જાહેર સ્થળે. જાય, તે મંદિરમાં દર્શનાર્થે જાય અને તે મીડિયામા દર્શાવાય તે બંધ થવુ જોઈએ. ચૂંટણી પંચે તેની સામે પગલાં લેવા જોઈએ એમ માયાવતીએ જણાવ્યું હતું. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer