હોલીડે લોન લેવાનું પ્રમાણ વધ્યું

પ્રવાસીઓ રૂા. 30,000થી રૂા. 2,50,000ની લોન લે છે

નવી દિલ્હી, તા. 14 : યુવા પેઢીમાં ટ્રાવેલ લોન લેવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ભારતના પ્રવાસીઓ ગૅમ અૉફ થ્રોન્સના સેટની મુલાકાત લેવા અથવા પનામાનાં સ્કાયડ્રાઈવિંગનું સ્વપ્ન પૂરું કરવા માટે લોન લઈને બજેટની વ્યવસ્થા કરી રહ્યા છે. પ્રવાસીઓ રૂા. 30,000થી રૂા. 2,50,000 સુધીની ટ્રાવેલ લોન લઈ રહ્યા છે.
ટૂર-ટ્રાવેલ કંપનીઓ થોમસ કૂક અને કોકસ ઍન્ડ કિંગ્સ કેટલાક સમયથી ગ્રાહકોને હોલિડે માટે અૉફર કરી રહી છે. જ્યારે ટૂર અૉપરેટર્સના મુજબ યુવા પ્રવાસીઓની સંખ્યા વધવાથી અને બધું જ ઓનલાઈન થતું હોવાથી હોલિડે લોનનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે.
ટ્રાવેલ એજન્ટ અને ગ્રાહક કેટલું જોખમ લઈ શકે છે તેના આધારે 18 મહિના સુધીની લોન માટે 9 ટકાથી 13 ટકા વ્યાજદર લાગે છે અને કેટલાક કિસ્સામાં તો શૂન્ય ટકાએ પણ લોન મળે છે. ગુડગાંવની સ્ટાર્ટઅપ જફક્ષસફતવને હવે દરરોજ 100 લોન રિકવેસ્ટ મળતી હોવાથી ગ્રાહકો ડોમેસ્ટિક ટૂરને બદલે ઇન્ટરનેશનલ ટ્રાવેલ પ્લાન બનાવે છે અને એશિયાના સ્થાને યુરોપની ટ્રિપ નક્કી કરે છે.
આમ તો બૅન્કો હવે સરળતાથી લોન આપી દે છે. સામાન્ય રીતે જે વ્યક્તિ પેકેજ પાછળ રૂા. 50000 કરતાં વધારે ખર્ચ કરી શકે એમ હોય તે હોલીડે લોનનો વિકલ્પ અપનાવે છે. આવા લોકો હોલિડે માટે ખર્ચ કરવામાં કરકસર કરવામાં માનતા નથી.
Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer