ગાંધીજીના હત્યારાને આતંકવાદી નહીં તો શું મહાત્મા કહીશું? : ઓવૈસી

નવીદિલ્હી, તા. 14: રાજકારણી બનેલા અભિનેતા કમલ હસન દ્વારા મહાત્મા ગાંધીનાં હત્યારા નથુરામ ગોડસેને આઝાદ ભારતનો પ્રથમ હિન્દુ આતંકવાદી ગણાવવામાં આવ્યા બાદ સર્જાયેલી રાજકીય ભાંજગડમાં હવે એઆઈએમઆઈએમનાં નેતા અસદુદ્દીન ઓવૈસી કમલ હસનનાં સમર્થનમાં ઉતરી ગયા છે અને તેમણે કહ્યું હતું કે, ગાંધીજીને મારનારને આતંકવાદી નહીં તો બીજું શું કહેવાશે? ઓવૈસીએ કહ્યું હતું કે, ગાંધીજીનાં હત્યારાને આતંકવાદી નહીં તો શું મહાત્મા કહીશું? તેને ટેરરિસ્ટ જ કહેવાશે. જેનાં ઉપર કપૂર કમિશનનો કેસ સાબિત થયો છે એ આતંકવાદી જ છે.

Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer