રાજસ્થાનના પાઠયક્રમમાં સાવરકર અંગ્રેજો પાસે માફી માગનારા

રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે કહ્યું, સાવરકરનું સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નહોતું

જયપુર, તા . 14: રાજસ્થાનમાં બદલતી સરકાર સાથે વિચારધારાના આધારે ઇતિહાસના કાગળોમાં ઉલટફેર કરવાની પ્રવૃત્તિ સિલસિલો બની છે અને વર્તમાન કોંગ્રેસ સરકારે પણ પાઠયક્રમમાં બદલાવ ચાલુ રાખ્યો છે. કોંગ્રેસ રાજસ્થાનના પાઠયક્રમમાં સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર એટલે કે વિર સાવરકરને દેશભક્ત નહીં પણ અંગ્રેજો પાસે માફી માગનારા ગણાવ્યા હતા.
રાજસ્થાનના શિક્ષામંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ પાઠયક્રમમાં ફેરફારની જાણકારી આપતા કહ્યું હતું કે, વીર સાવરકર જેવા લોકોનું દેશના સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી. તેમના ગુણગાન માત્ર પુસ્તકોમાં છે. જ્યારે કોંગ્રેસની સરકારને સત્તા મળશે ત્યારે આવી તમામ બાબતોનું વિશ્લેષણ કરવા માટે એક સમિતિ પણ બનાવશે. આ અગાઉ જાન્યુઆરી મહિનામાં મહારાષ્ટ્રના નાસિકની યશવંતરાય ચૌહાણ ઓપન યુનિ.ના એક પુસ્તકમાં વીર સાવરકરને કટ્ટરપંથી અને આતંકવાદી વ્યક્તિ ગણાવ્યા હતા. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer