મોદીની સરકાર આવશે તો 12 કે 15 દિવસ જ ટકશે : પવાર

મોદીની સરકાર આવશે તો 12 કે 15 દિવસ જ ટકશે : પવાર
મુંબઈ, તા. 14 : મંગળવારે એક ખાનગી ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં રાષ્ટ્રવાદી કૉંન્ગ્રેસના ચીફ શરદ પવારે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીની સરકાર અસ્તીત્વમાં આવશે તો 1996ની વાજપેયીની સરકારની જેમ 12 કે 15 દિવસથી વધુ નહીં ટકે,
તેમણે કહ્યું હતું કે ભાજપ વિરોધી મોરચો બાંધવાનું કામ શરૂ છે અને 21મેએ એને મૂર્ત રૂપ આપવામાં આવશે. આ મુલાકાત વખતે પવારનો પૌત્ર રોહિત પણ હાજર હતો અને તેમણે રોહિતને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવાના પણ સંકેત આપ્યા હતા.
ભાજપે જેટલી સીટોનો અંદાજ માંડયો છે એ વિશે ઉપહાસ કરતા શરદ પવારે કહ્યું હતું કે તેને 500 સીટ મળશે. આઠ મહિના પહેલા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યો તેમના હાથમાં ગયા છે. એના પરથી લોકોનો ટ્રેન્ડ શું છે તે સમજાય છે. આ વાસ્તવિકતા હોવા છતાં તેઓ 500-300 સીટની વાત કરે છે.
પવારે કહ્યું હતું કે આ વખતની સરકાર ત્રિશંકુ નહીં હોય. ભાજપના હાથમાં સત્તા જવાની નથી. બાકીના પક્ષ એકસાથે આવીને સ્થિર સરકાર આપશે. અટલજી જેવા નેતા હતા ત્યારે અમે કોઈને નેતા બનાવ્યાં વગર અમે 2004માં સરકાર સ્થાપી હતી. અમે મનમોહન સિંઘને પ્રોજેક્ટ કર્યા ન હતા. તેમણે દસ વર્ષ સુધી સત્તા ટકાવી રાખી. અત્યારે પણ અમે અલગ અલગ લડયા છીએ. છતાં અમે મતગણતરી પહેલાં દિલ્હીમાં સાથે બેસીને સ્થિર સરકાર આપીશું. પવારે કહ્યું હતું કે મોદી સરકાર કદાચ બનશે તો પણ રાષ્ટ્રપતિ સરકારને સંસદમાં બહુમત સિદ્ધ કરવાનું કહેશે. સરકાર બહુમત સિદ્ધ કરી નહીં શકે. એટલે મોદીની સરકાર તેર કે પંદર દિવસ જ ટકશે. મતદારો પણ ભાજપનાં હાથમાં સત્તા આપશે નહીં. રાજીવ ગાંધી હયાત નથી છતાં એમના વિશે મોદીના નિવેદનો લોકોને ગમ્યાં નથી.
Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer