હાર ભાળી જતાં વિપક્ષો અપશબ્દો ઉપર ઊતરી આવ્યા મોદી

હાર ભાળી જતાં વિપક્ષો અપશબ્દો ઉપર ઊતરી આવ્યા મોદી
નવીદિલ્હી, તા.14: કોંગ્રેસનાં નેતા મણિશંકર ઐયરે લાંબુ મૌન તોડતાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પોતાની વિવાદાસ્પદ અને વાંધાજનક `નીચ આદમી' ટિપ્પણી દોહરાવ્યાને અમુક કલાકોમાં જ મોદી તરફથી જવાબી ટિપ્પણી આવી હતી અને તેમણે કહ્યું હતું કે, હારી રહેલા વિપક્ષો હવે અપશબ્દો ભાંડીને સંતોષ માની રહ્યા છે. બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઐયર સામે નારાજગી વ્યક્ત કરતાં હોય તેવી રીતે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, રાજકારણમાં હિંસા અને વાંધાજનક શબ્દોનો પ્રયોગ થવો જોઈએ નહીં. બિહારનાં બક્સરમાં સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, ચૂંટણીનાં છ તબક્કામાં લોકોનો પ્રતિસાદ જોયા બાદ વિપક્ષો શરમજનક પરાજય ભાળી ગયા છે અને અપશબ્દો બોલીને સંતોષ માની રહ્યા છે.
રાહુલે આજે ફરીથી કોંગ્રેસમાં આકરો સંદેશો આપતાં હોય તેવું ટ્વિટ કરીને લખ્યું હતું કે, રાજકારણમાં તેઓ નવતર ભાષા ચાહે છે. જેમાં ભયાનક લડાઈ તો હોય પણ ફક્ત મુદ્દા ઉપર. હિંસા અને અપશબ્દોનો પ્રયોગ દેશ માટે હિતાવહ નથી.

Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer