જૈન દહેરાસરમાંથી મૂર્તિ ચોરનાર પકડાયો

મુંબઈ, તા. 15 : દાદરના એમટીએનએલ બિલ્ડિંગ સામે આવેલા જૈન દહેરાસરમાંથી મુનિસુરતનાથ દેવની ચાંદીની મૂર્તિ ચોરવાના પ્રકરણમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશને રમેશ પરૂલેકર (48)ની ધરપકડ કરી તેની પાસેથી મૂર્તિ પાછી મેળવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી આ મૂર્તિને જુહૂ ખાતે દૂધનો વેપાર કરનાર માંગીલાલ દવેને 1 લાખ 20 હજાર રૂપિયામાં વેચી દેવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.

Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer