ભારતનાં જી. એસ. લક્ષ્મી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં પ્રથમ મહિલા રેફરી બન્યાં

નવી દિલ્હી, તા. 15 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ મૅચ રેફરીઓની આંતરરાષ્ટ્રીય પૅનલ પર સર્વપ્રથમ મહિલા તરીકે ગઈકાલે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જી. એસ. લક્ષ્મીનું નામ આપ્યું હતું, જે તેને પુરુષોની રમતના નિયંત્રણ માટે પાત્ર બનાવશે.
લક્ષ્મી (51)એ સર્વપ્રથમ 2008-09માં ડોમેસ્ટિક વુમેન્સ ક્રિકેટમાં રેફરી તરીકે કામગીરી બજાવી હતી. તેણીએ ત્રણ મહિલાઓની ઓડીઆઈ અને ત્રણ ટ્વેન્ટી 20 મૅચમાં દેખરેખ કરી છે. તેમની નિમણૂક અૉસ્ટ્રલિયાની ક્લેર પોલોસેકને ગયા મહિને પુરુષોની વન-ડેમાં પ્રથમ મહિલા એમ્પાયર બનાવ્યાંના તુરંત બાદ કરવામાં આવી છે.
લક્ષ્મી 1999માં ઈંગ્લૅન્ડ ગયેલી ટીમનો હિસ્સો બન્યાં હતાં, પરંતુ તે કોઈ મૅચ રમ્યાં ન હતાં. તેમને 100 કરતાં વધુ મહિલાઓની યાદીમાંથી આઈસીસીએ પ્રથમ પાંચ તરીકે સિલેક્ટ કર્યાં હતાં.
આ મહિલાઓએ 2014માં આઈસીસીના ભૂતપૂર્વ એલાઈટ પૅનલ એમ્પાયર સીમોન ટફેલના સુપરવીઝન હેઠળ સત્તાવાર ટેસ્ટ મૅચમાં કામગીરી કરી હતી.

Published on: Wed, 15 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer