વર્લ્ડ કપ : ભારતમાં રોજ થાય છે 3500 વીઝાની અરજીઓ

વર્લ્ડ કપ : ભારતમાં રોજ થાય છે 3500 વીઝાની અરજીઓ
મુંબઈ, તા. 15 : ઇંગ્લૅન્ડમાં રમાનાર વર્લ્ડ કપ ક્રિકેટ જોવા માટે રોજ 3500 ભારતીયો યુકેના વિઝા માટે અરજી કરી રહ્યા છે, એમ યુકે વિઝાની કામગીરી સંભાળતી એજન્સીઓ દ્વારા જાણવા મળ્યું છે.
આમ તો અન્ય વર્ષોમાં વિઝા માટે થતી અરજીઓની સરખામણીના આંક ઉપલબ્ધ નથી, પણ બ્રિટિશ હાઈકમિશનરના પ્રવક્તાના જણાવ્યા મુજબ ઉનાળાના મહિના એપ્રિલ-જુલાઈ માટે વિઝા માટેની પીક સિઝન ગણાય છે તે આ વેળા સામાન્ય સમય (નવેમ્બર-જાન્યુઆરી) કરતાં 100-150 ટકા ઊંચી હોય છે.
ગ્લોબલ ટુરિઝમ કાઉન્સિલના પ્રમુખ ઇકબાલ મુલ્લાના જણાવ્યા મુજબ સામાન્ય સમયગાળામાં યુકેના વીઝા માટેની રોજની સરેરાશ 1000 જેટલી અરજીઓ આવતી હોય છે જે `પીક અવર્સ'માં રોજની 2500ના આંકને સ્પર્શતી હોય છે. આ જોતાં હાલ 1000થી 1500 અરજીઓ આવી રહી છે જેનું કારણ વર્લ્ડ કપ હોવાનું 
મનાય છે. બ્રિટિશ હાઈ કમિશન 30મેથી શરૂ થતા વર્લ્ડ કપને લઈને 80,000 ભારતીયો યુકેનો પ્રવાસ કરશે એવી ધારણા રાખી રહ્યું છે. ઉનાળાના દિવસોમાં  આ સાથે સિઝનને અનુરૂપ પણ અરજદારોની સંખ્યા ખાસ્સી મોટી હોઈ શકશે.
એક અંદાજ પ્રમાણે 80,000 ભારતીયો વર્લ્ડ કપ માટે આવશે એમ મનાય છે. અગાઉ પણ આ પ્રમાણે આંકડા ફરતા હતા તેના પરથી આ વખતનો પણ અંદાજ થઈ 
રહ્યો છે. જોકે, આમ તો બધા મળીને વૈશ્વિક પ્રવાસીઓના આંકડાનો અંદાજ લગાડવો મુશ્કેલ છે, પણ ભારત તરફના પ્રવાસીઓની સંખ્યા મોટી હશે. ભારતીયોમાં સ્પોર્ટસ માટેની ઘેલછા અને તેનાં યુકે સાથેનાં ``ફ્લાઈટ કનેક્શનો'' જોતાં આ પ્રમાણેનો અંદાજ બાંધી શકાય.

Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer