જોન બનાવશે ટ્રાન્સપોર્ટરની રીમેક?

જોન બનાવશે ટ્રાન્સપોર્ટરની રીમેક?
લગભગ ચાર વર્ષ પહેલાં જોન અબ્રાહમ અભિનીત ફિલ્મ `વેલકમ બેક' હૉલીવૂડની ટ્રાન્સપોર્ટર સાથે એક જ દિવસે રિલીઝ થઈ હતી જોકે આ ફિલ્મે બોક્ષ અૉફીસ પર સારો દેખાવ કર્યો હોવા છતાં જેસન સ્ટેધામ જેવા હૉલીવૂડના હીરો સામે `વેલકમ બેક' અમુક અંશે ઝાંખી પડી હતી.
અને હવે આવે છે મુદ્દાની વાત જોન પોતે જ હવે `ટ્રાન્સપોર્ટર'ની રિમેક બનાવવાનું વિચારી રહ્યો છે. દેખીતી રીતે જ તેમાં જોન પોતે જ લીડ રોલ કરશે. `ટ્રાન્સપોર્ટર' સિરીઝની અત્યાર સુધીમાં ચાર ફિલ્મો આવી ચૂકી છે જે પૈકી પહેલી 2002માં, બીજી 2005માં, ત્રીજી 2008માં અને ચોથી તથા છેલ્લી 2015માં રિલીઝ થઈ હતી. આ માટેના તમામ હક્કો જે.એ. ફિલ્મ્સ ખરીદી લેશે.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer