હું નવાબ છું, મને કબાબ પસંદ છે : સૈફ

હું નવાબ છું, મને કબાબ પસંદ છે : સૈફ
બૉલીવુડના એકમાત્ર નવાબ સૈફ અલી ખાન અૉફ ક્રીન પ્રમાણમાં લો પ્રોફાઈલ રહે છે. છેલ્લાં બે દાયકા દરમિયાન અનેક ફિલ્મોમાં પોતાના અભિનયના ચમકારા દર્શાવી ચૂકેલા સૈફ અલી ખાને પોતાને સોશ્યલ મીડિયાથી પણ દૂર રાખ્યો છે. તેમ છતાં તેને ટ્રોલ કરવામાં આવે છે અને ઈન્ટરનેટ પર તેના વિશે ચર્ચા થાય છે.
અરબાઝ ખાન સાથેના ચીજ-ચેટ શોમાં સૈફ અલી ખાને જણાવ્યું હતું કે `મને નવાબ બનવામાં કદી પણ રસ જાગ્યો નથી, પરંતુ હા હું કબાબ ખાવાનો શોખીન છું. `સોનમ કપૂરના લગ્નમાં સાદા કુર્તા-પાયજામા પહેરવા બદલ તેને પ્રશ્ન કરાયો તો સૈફે કહ્યું હતું કે તે સોનમના લગ્ન હતા, મારા ન હતા.'
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer