ગુલાબો-સિતાબોમાં અમિતાભ અને આયુષમાન

ગુલાબો-સિતાબોમાં અમિતાભ અને આયુષમાન
ટીવી પરદેથી ફિલ્મી પરદે એન્ટ્રી કરનાર આયુષમાન ખુરાનાનો સિતારો અત્યારે બોલિવૂડમાં બુલંદી પર છે. તેની પાછલી લો બજેટની પ થી 6 ફિલ્મ દમ લગા કે હઇશા, બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, બધાઇ હો અને અંધાધૂન સુપરહિટ રહી છે. વિકી ડોનરથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર આયુષમાન  પાસે હાલ અરધો ડઝનથી વધુ ફિલ્મો છે. જેમાં ડ્રીમ ગર્લ, બાલા, છોટી સી બાતની રીમેક, ગૂગલી, શુભ મંગલ જયાદા સાવધાન વગેરે છે. હવે તે મહાનયાક અમિતાભ બચ્ચન સાથે ચમકશે. આ ફિલ્મનું ડાયરેકશન સુજિત સરકાર સંભાળશે. ફિલ્મનું નામ `ગુલાબો સિતાબો' ફાઇનલ થયું છે. આયુષમાનની પહેલી ફિલ્મ વિકી ડોનરના ડાયરેકટર પણ સુજિત સરકાર જ હતા. ગુલાબો સિતાબો ફેમિલી કોમેડી ડ્રામા હશે. અમિતાભ અને આયુષમાન પહેલીવાર સાથે કામ કરશે. આ ફિલ્મની વાર્તા જૂહી ચતુર્વેદીએ લખી છે. સુજીત સરકાર હાલ વિકકી કૌશલને લઇને શહીદ ઉઘમસિંહ પર બાયોપિક ફિલ્મ બનાવી રહયા છે.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer