પંતના સ્થાને કાર્તિક કેમ ?

પંતના સ્થાને કાર્તિક કેમ ?
સુકાની કોહલીએ ફોડ પાડયો

મુંબઇ, તા.15: વિશ્વ કપની ટીમ પસંદ થઇ ત્યારે એક નામ પર ઘણી ચર્ચા થઇ હતી. મહેન્દ્રસિંહ ધોનીના બેકઅપ વિકેટકીપરના રૂપમાં યુવા રીષભ પંતને બદલે અનુભવી દિનેશ કાર્તિકની પસંદગી થઇ હતી. આથી ઘણા લોકોએ આ ફેંસલાનો વિરોધ કર્યોં હતો. સૌરવ ગાંગુલીએ પણ તાજેતરમાં કહયું છે કે આ 21 વર્ષીય વિકેટકીપર-બેટસમેનની વિશ્વ કપમાં ભારતીય ટીમને ખોટ પડશે. પૂર્વ ઓસિ. સુકાની પોન્ટીંગ પણ પંતની પસંદગી ન થવા પર હેરાન છે. હવે  ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીએ આ મામલે તેમનો મત રાખ્યો છે.
એક મુલાકાતમાં સુકાની કોહલીએ કહયું છે કે દબાણની પરિસ્થિતિમાં કાર્તિક સંયમ બતાવી શકે છે. ટીમ મેનેજમેન્ટ દિનેશ કાર્તિકની ખૂબીઓથી વાકેફ છે. તેની પાસે અનુભવ છે. ભગવાન ન કરે જો ધોનીને કાંઇ થશે તો કાર્તિક વિકેટ પાછળ ઉપયોગી બની રહેશે. તે એક ફિનિશરના રૂપમાં ઉપયોગી સાબિત થયો છે.
જ્યારે કોચ રવિ શાત્રીએ જણાવ્યું હતું કે તેની (પંત) સાથે મારી સંવેદના છે. તે પ્રતિભાશાળી છે. 15 ખેલાડીને પસંદ કરવા આસાન નથી હોતા. હું પસંદ ન થનારા ખેલાડીઓને કહીશ કે તમે પહેલાની જેમ જ રમો નિરાશ ન થાવ. ટીમમાં તમને કયારે પણ બોલાવવામાં આવી શકે છે. તૈયાર રહો. પસંદગીકારોએ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer