હોકી : ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 4-0થી વિજય

હોકી : ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 4-0થી વિજય
પર્થ, તા.15 : ભારતીય હોકી ટીમના ઓસ્ટ્રેલિયા સામે રમાયેલા આજના મેચમાં 0-4 ગોલથી કારમી હાર સહન કરવી પડી છે. ઓસ્ટ્રેલિયા તરફથી બ્લેક ગોવર્સ અને જેરેમી હેવાર્ડે 2-2 ગોલ કર્યાં હતા. ઓસ્ટ્રેલિયા પ્રવાસના પહેલા ત્રણ મેચમાં એ ટીમ સામે અપરાજીત રહેનાર ભારતીય હોકી ટીમ ઓસ્ટ્રેલિયાની નેશનલ ટીમ સામે ટકી શકી ન હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેચની 15મી, 20મી, 59મી અને 60મી મિનિટે ગોલ થયા હતા. ફરી એકવાર મેચની આખરી ક્ષણોમાં ભારતની રક્ષા હરોળ દબાણમાં છિન્નભિન્ન થઇ ગઇ હતી.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer