મુંબઈમાં ઈવીએમ ફરતે કડક બંદોબસ્ત

24 કલાક સિસિટીવીની નજર, પોલીસ તહેનાત, વીજળીનું જોડાણ પણ નહીં

મુંબઈ, તા. 15 : મુંબઈના છ લોકસભા મતદારસંઘ માટે 29 એપ્રિલના મતદાન થઈ ગયું છે. મુંબઈ શહેરના બે લોકસભા મતદાર સંઘમાં 24,57,000 અને મુંબઈ ઉપનગરના ચાર લોકસભા મતદાર સંઘમાં 70,00, 000 એમ કુલ 94,57,000 મતની નોંધણી થઈ છે. મુંબઈમાં સરેરાશ 54.50 ટકા મતદાન થયું છે. આંકડાઓ પરથી ધાર્યા કરતા વધુ મતદાન થયું હોવાનું દેખાય છે. મતદાતાઓએ આપેલા આ બધા જ મત ઈવીએમ મશીનમાં બંધ છે. 23 મે ના રોજ મતગણતરી થશે ત્યાં સુધી ઈવીએમ મશીન સાથે કોઈપણ પ્રકારની ગેરરીતી અને ચેડાં ન થાય એટલે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ બધા જ મશીનને એક વિશેષ સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે. તે રૂમમાં સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે અને સીઆરપીએફના જવાન તેમ જ પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
લાખો મતદાતાઓએ આપેલા મત સુરક્ષિત રહે તે માટે ચુંટણી પંચે મુંબઈમાં જે છ જગ્યાએ ઈવીએમ મશીન મુક્યા છે ત્યાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. આ સ્ટ્રોંગરૂમની દરરોજ ત્રણ થી ચાર વખત જુદાજુદા માધ્યમોથી તપાસ થાય છે. સ્ટ્રોંગરૂમના દરવાજા પર લગાડેલુ સીલ બરાબર છે કે નહીં તેની સમયસર ખાતરી કરવામાં આવે છે. તેમ જ સ્ટ્રોંગરૂમમાં અંધારૂ હોવાથી લાઈટ, પંખો કે વીજળીની અન્ય કોઈ જ સુવીધા નથી. ઈવીએમ મશીન અત્યારે બંધ અવસ્થામાં છે એટલે ઈન્ટરનેટ દ્વારા કે અન્ય કોઈ માધ્યમથી હૅકર ત્યાં પહોચે નહીં તે માટે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer