ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે ચાલી રહેલી તૈયારી

યાન તેર પેલોડ અને નાસાનો પેલોડ ધરાવતું હશે

બેંગલુરુ, તા. 15: જુલાઈમાં લોન્ચ કરવામાં આવનારુ ચંદ્ર માટેનું બીજું મિશન તેર પેલોડ અને  નાસાનો એક પેસિવ એક્ષપરીમેન્ટ પેલોડ ધરાવતું હશે એમ ઈસરોએ જણાવ્યું હતું. ભારતના તેર પેલોડ પૈકી 8 ઓર્બિટર ઉપર, 3 લેન્ડર ઉપર અને બે રોવર ઉપર હશે. 3.8નો માસ (દ્રવ્યજથ્થો ) ધરાવનાર અવકાશયાનના 3 મોડયુલ હશે-ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન). તા. 9થી 16 જુલાઈની વિન્ડો (અવકાશમાં પ્રસ્થાન માટેનો સંભવિત સમયગાળો) દરમિયાન ચંદ્રયાન-2ના થનાર લોન્ચિંગ માટે ત્રણેય મોડયુલ તૈયાર થઈ રહ્યા છે. ચંદ્ર પર 6 સપ્ટેમ્બરે ઉતરાણ કરે તેવી સંભાવના છે.
ઓર્બિટર ચંદ્રની સપાટી ફરતે એકસો કિલોમીટરે ભ્રમણ કરશે, જ્યારે લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે હળવું ઉતરાણ કરશે અને રોવર ઈન-સિટુ પ્રયોગો કરશે. ઓર્બિટર અને લેન્ડર મોડયુલ્સ મિકેનિકલી ઈન્ટરફેસ થશે અને પછી ઈન્ટીગ્રેટેડ મોડયુલરૂપે જોડાશે અને જીએસએલવી એમકે-3 લોન્ચ વેહિકલમાં ગોઠવાઈ જશે.

Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer