સર્જિકલ ઉપકરણો બનાવતી મુંબઈની કંપનીના

ત્રણ ડિરેક્ટરો સામે છેતરપિંડીની ફરિયાદ
 
થાણે, તા.15 (પીટીઆઇ) : સર્જિકલ ઉપકરણોનું ઉત્પાદન કરતી મુંબઈની એક કંપનીના ત્રણ ડિરેક્ટરો સામે થાણેની એક બૅન્ક અને વીમા કંપની સાથે છંતરપિંડીનો કેસ નોંધાયાનું પોલીસે આજે જણાવ્યું હતું. ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે બૉમ્બે સર્જિકલ કંપનીએ આગની ઘટના સંબંધે દાવો નોંધાવ્યા બાદ એક ખાનગી બૅન્કના માધ્યમથી કંપનીને ગયા વર્ષે 31 જુલાઇના 34,11,205 રૂપિયા ચૂકવાયા હતા. બાદમાં ભૂલથી વીમા કંપનીએ ફરીથી 7 અૉગસ્ટ, 2018ના આ કંપનીને આટલી જ રકમ ચૂકવાઇ હતી. વીમાની રકમ બે વાર જમા થઇ હોવાનું જાણવા છતાં સર્જિકલ કંપનીએ વધારાની રકમ પરત ન કરતા બૅન્ક અને વીમા કંપની સાથે છેતરપિંડી કરી છે. પોલીસે સર્જિકલ કંપનીના ત્રણ ડિરેક્ટરો મુસ્તનશીર ગાંધી, હુસેન ગાંધી અને અસગર ગાંધી વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer