હિતોના ટકરાવ મામલે સચિન અને લક્ષ્મણ લોકપાલ સમક્ષ હાજર રહ્યા

બન્નેએ ત્રણ કલાક સુધી પોતાનો પક્ષ રાખ્યો

નવી દિલ્હી, તા.15: સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવ મામલે મંગળવારે બીસીસીઆઈના લોકપાલ અધિકારી સેવાનિવૃત્ત જજ ડી. કે. જૈન સમક્ષ હાજર થયા હતા અને તેમના નિવેદન નોંધાવ્યા હતા. જ્યારે ફરિયાદી સંજીવ ગુપ્તા અલગ રીતે હાજર રહયા હતા. રિપોર્ટ અનુસાર લોકપાલે તેને લેખિતમાં બયાન આપવા કહયું હતું. સચિન અને લક્ષ્મણે ત્રણ કલાક સુધી તેમનો પક્ષ રાખ્યો હતો. આ મામલે 20 મેના રોજ વુધ એક સુનાવણી થશે. 
સચિન અને લક્ષ્મણ બીસીસીઆઇની ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય છે. આ સાથે તે આઇપીએલની ફ્રેંચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલા છે. જેમાંથી બન્ને સારો લાભ લઇ રહયાના અહેવાલ છે. જો કે બન્ને હિતોના ટકરાવનું ખંડન કરે છે અને કહે છે કે મુંબઇ અને હૈદરાબાદની ટીમ તરફથી તેમને કોઇ લાભ મળતો નથી. ફકત સ્વૈચ્છિક કામ કરે છે. આ સામે એવા રિપોર્ટ છે કે મુંબઇ ઇન્ડિયન્સની ફ્રેંચાઇઝી સચિનને દરેક સિઝનમાં પ કરોડ અને લક્ષ્મણને હૈદરાબાદની ફ્રેંચાઇઝી 3 કરોડથી વધુની રકમ ચૂકવે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer