પાકિસ્તાનના ત્રણ અધિકારીના વિઝા પર અમેરિકી રોક

ગેરકાયદે વસતા નાગરિકોને પાકે પાછા નહીં સ્વીકારતાં જગતજમાદારની લાલ આંખ

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાએ ગેરકાયદે રહેતા પાકિસ્તાની નાગરિકોના પ્રત્યાર્પણ પર વધતાં વિવાદ વચ્ચે પાકિસ્તાનના ત્રણ ટોચના અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પાક વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે પાક ગૃહમંત્રાલયના ત્રણ વરિષ્ઠ અમલદારોના વિઝા પર અમેરિકાએ રોક લગાવી દીધી છે. પાકિસ્તાની-અધિકારીએ પ્રત્યાર્પણની કાનૂની અનિવાર્યતાઓ અંગે અમેરિકી અપીલોની અવગણના જારી રાખશે તો અમેરિકા ભવિષ્યમાં પાકના નાગરિકોના વિઝા પર પણ રોક મૂકવાના સખત પગલાં લેવાની ચેતવણી અમેરિકાએ આપી હતી.
અહેવાલો અનુસાર પાકિસ્તાન અમેરિકા દ્વારા પ્રત્યાર્પિત પોતાના નાગરિકોને પાછા લેવાનો ઈન્કાર કરી રહ્યું છે.
કુરેશીએ કહ્યું હતું કે અમેરિકી અધિકારીઓ 70થી વધુ પાકિસ્તાની નાગરિકોનું પ્રત્યાર્પણ કરવા માંગે છે. પરંતુ પાક સરકાર પહેલાં કાનૂની પ્રક્રિયા પૂરી કરવાની વાત કરે છે.
પાક પર અમેરિકાનો અવૈધ નાગરિક સંબંધી કાયદો લાગુ છે. આ કાયદાતળે વિઝાની અવધિ પૂરી થયા બાદ અમેરિકા તરફથી પ્રત્યાર્પણ કરાયેલા નાગરિકોને પાછા નહીં લે તેવા દેશોના નાગરિકોના વિઝા પર પણ પ્રતિબંધ લાગી શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer