બૌદ્ધ મંદિરો ઉપર ખતરો

નેપાળ થઈને ઘૂસેલા ત્રણ આતંકવાદી ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં 

નવી દિલ્હી, તા.15: આતંકીઓ ભારતમાં બહુવિધ હુમલાઓઁને અંજામ આપવા આયોજન કરી રહ્યાની ચોક્કસ બાતમીઓ બાદ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ છે. એજન્સીઓનું માનવું છે કે આતંકીઓ થોડા મોટા હુમલા કરવાની સાજીશ ઘડી રહ્યા છે. સૂત્રોએ એક ખાનગી ચેનલને જણાવ્યા પ્રમાણે 3 આતંકીઓ નેપાળ મારફત ભારતમાં ઘૂસીને જમ્મુ કાશ્મીરના બંદીપોરા પહોંચ્યા છે.
બીજી તરફ બંગલાદેશ સ્થિત આતંકીં જૂથ જમાત-ઉલ-મુજાહિદ્દીન બંગલાદેશ(જેએમબી)એ એક મહિલા આત્મઘાતી બોમ્બરને તાલીમ આપી છે અને તે, બુદ્ધપૂર્ણિમાના અરસામાં બંગલાદેશ, ભારત તથા મ્યાંમારમાંના બૌદ્ધ મંદિરોને નિશાન બનાવે તેવી શકયતા છે. એજન્સીઓ આ ગતિવિધિઓને અગ્નિ એશિયામાં ઈસ્લામિક સ્ટેટના પગપેસારા તરીકે જુએ છે અને શ્રીલંકામાંના ચર્ચમાંના તાજેતરના હુમલાઓ આ થીઅરીને વજુદવાળી બનાવે છે.સૂત્રોએ ચેનલને જણાવ્યું હતું કે સાજીદ મીર નામનો આતંકી નેપાળના કાઠમંડુ મારફત 3 આતંકીઓને કાશ્મીરના બંદીપોરા લાવ્યો હતો. (બંદીપોરાને વિદેશી-ખાસ કરીને લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના- ત્રાસવાદીઓ માટે સૌથી સલામત સ્થળ ગણવામાં આવે છે) નેપાળમાંથી ઘૂસણખોરી થવાથી સલામતી એજન્સીઓ વધુ ચિંતિત છે કારણ કે '17 અને '18માં આ રુટથી કોઈ ઘૂસણખોરી થઈ ન હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer