બાળ ઠાકરે ટેરરિસ્ટોની બૉમ્બની ધમકીથી વિચલિત થઈ?ગયેલા

બાળ ઠાકરે ટેરરિસ્ટોની બૉમ્બની ધમકીથી વિચલિત થઈ?ગયેલા
મુંબઈ, તા. 15 : વર્ષ 1989માં આતંકવાદીઓએ ઠાકરે પરિવારના નિવાસસ્થાન `માતોશ્રી' ખાતે બામ્બ વિસ્ફોટની યોજના કરી હોવાના ખબર મળતાં જ શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરે પોતાના પરિવારના તમામ સભ્યોને થોડા દિવસો માટે અન્યત્ર ખસેડવાની વેતરણમાં હતા, એવો દાવો પૂર્વ શિવસૈનિક અને પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેએ તેમના પુસ્તકમાં કર્યો છે. 
પોતાના આત્મચરિત્ર `નો હૉલ્ડ્સ બૅર્ડ : માય યર્સ ઇન પોલિટિક્સ'માં આ ઘટનાની ચર્ચા કરતાં રાણેએ જણાવ્યું હતું કે તે વખતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શરદ પવાર હતા અને તેમણે બાળાસાહેબ ઠાકરેના પુત્ર ઉદ્ધવ ઠાકરેને આવી આતંકવાદી ધમકી હોવાની જાણકારી આપી હતી. રાણેના દાવા પ્રમાણે તે વખતે ખાલિસ્તાનીઓના હિટ-લિસ્ટમાં શિવસેના સુપ્રીમોનું પણ નામ હતું અને આ આતંકવાદીઓ મુંબઈમાં સપોર્ટ શોધતા હતા.
19 માર્ચ 1988ના બાળ ઠાકરેએ એક પ્રેસ કોનફરન્સ યોજી હતી,  જેમાં તેમણે મુંબઈના શીખ સમુદાય પાસેથી એવું આશ્વાસન માગ્યું હતું કે તેઓ ખાલિસ્તાન ચળવળને આર્થિક સહાય આપતા નથી. રાણેએ લખ્યું છે કે પ્રેસ કોન્ફરન્સમાં બાળ ઠાકરેએ અવી જાહેરાત કરી હતી કે મુંબઈના શીખો જો આતંકવાદીઓને મદદ કરતા હશે તો હું મુંબઈમાં શીખોનો સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવે એવી જાહેરાત કરીશ.
રાણેએ પુસ્તકમાં લખ્યું છે કે 1989માં વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાનો પરાજય થતાં બાળ ઠાકરેની સ્થિતિ નાજુક બની ગઈ હતી, કારણ સલામતીની વ્યવસ્થા જોવાની જવાબદારી કોંગ્રેસ સરકારની હતી. તેમણે માતોશ્રીમાં બધાને હાઈ એલર્ટમાં રહેવાનું કહ્યું હતું. 
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer