પ્રિયંકાએ કહ્યું, બળજબરીથી માફીનામું લખાવાયું

પ્રિયંકાએ કહ્યું, બળજબરીથી માફીનામું લખાવાયું
મમતા મીમ કેસ

કોલકાતા, તા. 15 : મમતા બેનર્જીની ફોટોશોપ તસવીર સોશિયલ મીડિયા પર મૂકવા બદલ પાંચ દિવસ જેલમાં ગાળીને મુક્ત થયેલા ભાજપના પ્રિયંકા શર્માએ બંગાળ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, મેં કંઈ જ ખોટું નથી કર્યું અને મારો સંઘર્ષ જારી રાખીશ.
પોલીસે બળજબરીપૂર્વક માફીનામા પર સહી કરાવી તેવો આરોપ પણ પ્રિયંકાએ મૂકયો હતો. મેં અનેકવાર કહ્યું કે, મારા વકીલ અને પરિવાર સાથે વાત કરવા દો. પણ પોલીસ ન માની તેવું તેમણે ઉમેર્યું હતું.
સુપ્રીમ કોર્ટે લેખિત માફી માગવાનો આદેશ આપ્યો છે તેવું પૂછતાં શર્માએ કહ્યું કે, હું અદાલતના આદેશની અવહેલના નહીં કરું પણ મારો કેસ તો જરૂર લડીશ.
મને કોઈ અફસોસ નથી અને મેં એવું તો કંઈ કર્યું નથી કે, મારે માફી માગવી પડે. જુલાઈમાં મારા મામલાની સુનાવણી થશે ત્યારે હું મારો પક્ષ રાખીશ તેવું પ્રિયંકાએ કહ્યું હતું.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer