જ્યોતિષ અધિવેશનનો બહિષ્કાર કરવાની અંધશ્રદ્ધા નિર્મૂલન સંગઠને અપીલ કરી

જ્યોતિષ અધિવેશનનો બહિષ્કાર કરવાની અંધશ્રદ્ધા નિર્મૂલન સંગઠને અપીલ કરી
નાસિક, તા. 15 : તારીખ 18 અને 19 મે ના રોજ નાસિકમાં રાજ્ય સ્તરે વાસ્તુ-જ્યોતિષ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ અધિવેશનનો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ વિરોધ કર્યો છે. જ્યોતિષ શાત્ર છે તે સિદ્ધ કરી બતાવવું અને અત્યારે ચાલી રહેલી લોકસભાની ચૂંટણીનાં પરિણામો વિશે આ પહેલાં આપવામાં આવેલાં નિવેદનો પુરવાર કરીને બતાવે, તેવું સમિતિએ કહ્યું છે. 
જ્યોતિષવાળા અને વાસ્તુશાત્રવાળા લોકોની અજ્ઞાનતાનો ફાયદો ઉપાડીને સમાજની આર્થિક અને માનસિક રીતે લૂંટ કરે છે. અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ કહ્યું હતું કે, આજે વિજ્ઞાનનું મહત્ત્વ છે. નિરીક્ષણ, પ્રયોગ, ચિકિત્સા અને પુરાવા પર આધારિત હોય છે. આ વિજ્ઞાનના આધારે માણસ મોબાઈલ યુગ સુધી આવી ગયો છે પણ વાસ્તુશાત્રને કોઈ પાયો નથી. એને લીધે ફસામણીના શાત્રનો કોઈએ ભરોસો કરવો નહીં અને અધિવેશનમાં હાજરી આપવી ન જોઈએ.
Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer