શૅરોમાં ધીમો સુધારો

મુંબઈ, તા. 16 : આજે મંગળવારે ``ફ્લેટ''થી પૉઝિટિવ નોંધ સાથે શરૂઆત કરી હતી. અમેરિકાનાં બજારો ગઈકાલે વૃદ્ધિ તરફી હતાં. તો એશિયન બજારો આજે મિશ્ર ટોને  હતા. ક્રૂડ તેલના ભાવ આજે વધ્યા હતા તો ડોલર સામે રૂપિયો મજબૂત ટોને ખૂલ્યો હતો. આજે સવારે 9.24 વાગે બેન્ચમાર્ક સેન્સેક્ષ 14 પોઈન્ટ તો નિફ્ટી 6 પોઈન્ટના સુધારે હતા જે આગળ ઉપર બજાર ચાલતાં, આગલી બંધ સપાટીની તુલનામાં 10.02 વાગે સેન્સેક્ષ 22 પોઈન્ટ સુધરી 37137ની અને નિફ્ટી 6 પોઈન્ટસના સુધારે 11163ની સપાટીને સ્પર્શ્યો હતો. તાતા મોટર્સ, વેદાંતા, ઇન્ફોસીસ, બજાજ ફાઈનાન્સ, પાવરગ્રીડ અને તાતા સ્ટીલના શૅર્સ વધ્યા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer