મીનાકુમારી, કમાલ અમરોહીની પાલીહીલની પ્રૉપર્ટી વિવાદમાં

મીનાકુમારી, કમાલ અમરોહીની પાલીહીલની પ્રૉપર્ટી વિવાદમાં
મુંબઈ, તા. 16 : બાંદરાના પાલીહીલ ખાતેની 9849 સ્કે. મીટર્સ જમીન જે એક વેળા કમાલ અમરોહી અને મીનાકુમારીની હતી અને પછી મીનાકુમારીના સાવકા પુત્ર તાજદાર અમરોહીના કબજામાં આવી હતી તે ફરી સમાચારોમાં ચમકી છે. આ જમીન કોઝીહોમ બિલ્ડિંગની એ, બી અને સી વિંગ્સ ધરાવે છે. તે જમીન અંગે અમરોહીએ 10 મેના ડેવલપર્સ સંજય સાવલા (અરહામ લેન્ડ ડેવલપર્સ) અને પી. જી. બંસી (ડિવાઈન કન્સ્ટ્રક્શન)ને નોટિસ આપી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે જુલાઈ, 2007માં કરાયેલા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ અને મે, 2010 થયેલ કન્વેયન્સના કરાર રદ્દ કર્યા છે. 15 મેના ડેવલપર સાવલાએ જાહેર નોટિસ ઇસ્યૂ કરી હતી જેમાં અમરોહીની નોટિસને અર્થહીન અને ગેરસમજ સર્જતી ગણાવી હતી.
જોકે, એપ્રિલ, 2019માં અને પછી મે, 2019માં અમરોહીએ ડેવલપર્સ વિરુદ્ધ નોટિસ ઇસ્યૂ કરી હતી જેમાં કહ્યું હતું કે તેઓ ચોક્કસ પ્રકારની ફરજો બજાવવામાં નિષ્ફળ ગયા અને તેની પ્રક્રિયા વિલંબિત કરાતાં તેણે આ એગ્રીમેન્ટ રદ્દ કર્યું હતું. રામનો વનવાસ 14 સાલનો હતો જ્યારે મેં આ સોદા માટે તે કરતાં વધુ સમય રાહ જોઈ અને હવે હું વધુ સમય આપી શકું એમ નથી. આમ આ અંગેની બધી શક્યતા અંગે વિચાર્યા પછી મેં તે રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
અમે ડેવલપર સાવલાનો સંપર્ક કર્યો હતો. અમરોહીની નોટિસના પ્રત્યુત્તરમાં સાવલાના વકીલે જણાવ્યું હતું કે અમરોહીએ સૂચિત પ્રૉપર્ટીનું વેચાણ કર્યું છે, કન્વેયડ કર્યો છે અને ટ્રાન્સફર કરી છે અને તે પ્રૉપર્ટી અમારા અસીલને લખી આપી છે આથી પ્રૉપર્ટીના માલિક તરીકે તે મટી જાય છે અને તે પ્રૉપર્ટી વિષયે હકની માગણી કરી શકે એમ નથી. વધુમાં તે પ્રૉપર્ટીના કન્વેયન્સ તથા ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ રદ્દ કરવાના તેને કોઈ હક નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer