રિયલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે

રિયલ એસ્ટેટને પ્રોત્સાહન મળશે
પર્યાવરણના નિયમો બદલાશે ?
નવી દિલ્હી, તા. 16 : નવી સરકાર માટેની મુખ્ય દરખાસ્ત તૈયાર કરતાં કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે તેના હાલના એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (ઈઆઈએ) નોટિફિકેશનને `િરએન્જિનિયર' કરવાનો અને તેના સ્થાને છેલ્લાં કેટલાંક વર્ષોના અનુભવને આધારે વિવિધ સુધારાવાળું નવું નોટિફિકેશન લાવવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન ઈઆઈએને 2006માં નોટિફાઈ કરાયું હોઈ તેમાં સમગ્ર દેશમાંના તમામ પ્રકારના પ્રોજેક્ટો - માઈનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, થર્મલ, હાઈડ્રો અને ઈરિગેશન જેવાના ગ્રીન ક્લિયરન્સનું નિયમન કરવામાં આવે છે. નવું ઈઆઈએ નોટિફિકેશન લાવવા મંત્રાલયે ગયા મહિને તેનું પ્રસ્તાવિત વર્ઝન `ઝીરો ડ્રાફ્ટ' જારી કર્યું હતું અને તમામ રાજ્યો તેમ જ સંબંધિત પ્રદૂષણ નિયંત્રણ મંડળો પાસેથી 15મી મે સુધીમાં અભિપ્રાયો મગાવ્યા હતા.
અધિકારીઓના જણાવવા મુજબ આ પગલું મુખ્યત્વે સંબંધિત કાનૂનોના અમલ દરમિયાન વર્ષોથી ઇચ્છિત ફેરફારોને ધ્યાનમાં રાખી નવું નોટિફિકેશન લાવવા માટે લેવામાં આવ્યું છે. જોકે પર્યાવરણશાત્રીઓ માને છે કે તેની પાછળનો વર્તમાન સરકારનો ઉદ્દેશ `ઈઝ અૉફ ડુઇંગ બિઝનેસ'ને નામે વિવિધ ગ્રીન નોર્મ્સ (કાનૂનો)ને હળવા કરવાનો છે.
`આમ કરવા દ્વારા મંત્રાલય, સ્પષ્ટપણે વિવિધ અદાલતો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ફગાવી દેવાયેલા તે તમામ સુધારાઓને પાછા લાવવાના પ્રયાસો કરી રહ્યું છે' એમ નોઈડાના એક પર્યાવરણવિદ વિક્રાંત તોંગડે જણાવ્યું હતું.
સૂચિત ઈઆઈએ નોટિફિકેશન કેવી રીતે માઈનર મિનરલ્સ અને મકાન નિર્માણનાં ક્ષેત્રોમાંના ગ્રીન નોર્મ્સ (નિયમો)ને સંપૂર્ણપણે હળવા બનાવી દેશે તે દર્શાવતાં તોંગડે કહ્યું હતું કે `અનેક ફેરફારો `ઈઝ અૉફ ડુઇંગ બિઝનેસ'ના નામે બીલ્ડરો અને ઉદ્યોગોના લાભ માટે જ કરાયા છે. આની વિરુદ્ધ અમે કોર્ટમાં જઈશું.

Published on: Thu, 16 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer