આલિયાએ સડક-2નું શુટીંગ શરૂ કર્યું

આલિયાએ સડક-2નું શુટીંગ શરૂ કર્યું
બોલિવૂડની ટોચની હિરોઇન બની ચૂકેલી આલિયા ભટ્ટે તેની નવી ફિલ્મ સડક-2નું શુટીંગ શરૂ કરી દીધું છે. આ સંબંધે આલિયાએ એક ઇમોશન પોસ્ટમાં સ્વીકાર્યું છે કે તે પિતા મહેશ ભટ્ટ સાથે કામ કરવાને લઇને ઘણી નર્વસ છે. આલિયાએ ઇંસ્ટાગ્રામ પર સડક-2ના શુટીંગનો પહેલા દિવસનો ફોટો પોસ્ટ કર્યોં છે. જેમાં તેણે લખ્યું છે કે જેના હાથમાં કલેપ છે તે મારા પિતા છે અને ડાયરેકટર પણ છે. સાચું કહું તો હું ઘણી નર્વસ છું. સડક-2માં આલિયા ભટ્ટ સાથે સંજય દત્ત છે. રિપોર્ટ અનુસાર બન્ને પિતા-પુત્રીની ભૂમિકામાં હશે. સાથમાં આદિત્ય રોય કપૂર અને પૂજા ભટ્ટ પણ હશે. ગુલશન ગ્રોવર અને મકરંદ દેશપાંડે પણ મહત્વના રોલમાં હશે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer