શંકર-અહેસાન-લોય કૅન્સર પેશન્ટ્સ ઍઈડ ઍસોસિયેશનના લાઈવ કૉન્સર્ટમાં પરફોર્મ કરશે

શંકર-અહેસાન-લોય કૅન્સર પેશન્ટ્સ ઍઈડ ઍસોસિયેશનના લાઈવ કૉન્સર્ટમાં પરફોર્મ કરશે
વિશ્વ તમાકુ વિરોધી દિવસની પૂર્વસંધ્યાએ અને તમાકુની આડઅસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કૅન્સર પેશન્ટ્સ ઍઈડ ઍસોસિયેશન (સીપીએએ) દ્વારા રંગશારદા ઓડિટોરિયમ, બાન્દ્રા ખાતે મ્યુઝિક ફોર અ કોઝ લાઈવ સંગીત જલસામાં શંકર-અહેસાન-લોયની  સંગીત ત્રિપુટી પરફોર્મન્સ આપશે. ગુરુવાર, 30મી મે, 2019ના સાંજે સાત વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમમાં નિ:શુલ્ક પાસ માટે સંપર્ક? 24924000 / 24926928.  
કૅન્સર ભારતમાં મૃત્યુનાં 10 મુખ્ય કારણમાંથી એક છે. આશરે 40 ટકા કૅન્સરના કેસ તમાકુના ઉપયોગથી પેદા થાય છે. સીપીએએ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય તેમ જ વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઈઝેશને (ડબ્લ્યુએચઓ) વિશ્વ તમાકુ વિરોધી દિવસ મનાવવા માટે ફરી એકવાર હાથ મેળવ્યા છે. 
આ પહેલ વિશે બોલતાં નામાંકિત અભિનેતા અને સીપીએએનો બ્રાન્ડ એમ્બેસેડર વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે ધૂમ્રપાન અને તમાકુ અંગત સાથે સામાજિક દૂષણ પણ છે. આજકાલ બધા વયજૂથમાં તમાકુના ઉપયોગનો વધારો થયો છે તે જાણીને મને ચિંતા થઈ છે અને આ જાહેર આરોગ્યની ચિંતાની બાબત છે અને હું માનું છું કે આ મુદ્દાને પહોંચી વળવું તે આપણી એકત્રિત નૈતિક જવાબદારી છે. આથી જ આ ઝુંબેશને સંપૂર્ણ ટેકો આપવા અને તમાકુમુક્તિના શપથ લેવામાં મને ગૌરવની લાગણી થાય છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer