પાક.ની વર્લ્ડ કપ ટીમમાં આમિર, વહાબ અને આસિફનો સમાવેશ

પાક.ની વર્લ્ડ કપ ટીમમાં આમિર, વહાબ અને આસિફનો સમાવેશ
પહેલા જાહેર થયેલ ટીમમાંથી ઝુનૈદખાન, ફહીમ અશરફ અને આબિદ અલીને પડતા મુકાયા
લાહોર, તા.20: પોતાના બોલિંગ આક્રમણને મજબૂત કરવાના ઇરાદા સાથે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી)એ ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપની ટીમમાં આખરી બદલાવ કરીને ઝડપી બોલર મોહમ્મદ આમિર, આસિફ અલી અને વાહબ રિયાઝનો પાકિસ્તાનની 1પ ખેલાડીની ટીમમાં સમાવેશ કર્યોં છે. આ પહેલા પીસીબીએ 18 એપ્રિલે વર્લ્ડ કપ માટેની 1પ ખેલાડીની ટીમ જાહેર કરી હતી. એ ટીમમાંથી આબિદ અલી, ફહીમ અશરફ અને ઝુનૈદ ખાનને બહાર કરીને રિયાઝ, આસિફ તથા આમિરનો સમાવેશ કર્યોં છે. 
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે પાક.ની વર્લ્ડ કપ ટીમમાં વહાબ રિયાઝની એન્ટ્રી એટલા માટે ચોંકવનારી છે કે તે આખરી વન ડે 2017માં રમ્યો હતો. ત્યારે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીના પહેલા મેચમાં ભારત સામે 87 રનનો ખર્ચ કર્યોં હતો અને એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે આમિરને પાછલા 14 વન ડેમાં માત્ર પ વિકેટ મળી છે. 
પાકિસ્તાનની ટીમ: ફખર જમાં, ઇમામ ઉલ હક, આસિફ અલી, બાબર આઝમ, હેરિસ સોહિલ, મોહમ્મદ હફિઝ, સરફરાઝ અહેમદ (કેપ્ટન-વિકેટકીપર), શોએબ મલિક, ઇમાદ વસીમ, હસન અલી, મોહમ્મદ આમિર, શાહિન અફ્રિદી, મોહમ્મદ હુસનેન, શાદાબ ખાન અને વહાબ રિયાઝ.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer