ઇંગ્લેન્ડનો દાવો મજબૂત, ભારત-ઓસિ. પણ રેસમાં : પોન્ટિંગ

ઇંગ્લેન્ડનો દાવો મજબૂત, ભારત-ઓસિ. પણ રેસમાં : પોન્ટિંગ
નવી દિલ્હી, તા.20: રીકિ પોન્ટિંગના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેણે પાંચ વર્લ્ડ કપ રમ્યા છે. હવે તે 2019ના વર્લ્ડ કપમાં કાંગારૂ ટીમનો સહાયક કોચ છે. તેનું માનવું છે કે આ વખતે યજમાન ઇંગ્લેન્ડની ટીમ ખિતાબની સૌથી મજબૂત દાવેદાર છે, પણ ભારત અને ઓસ્ટ્રેલિયા તેને કસોકસની ટકકર આપશે. 
પોન્ટિંગનું માનવું છે કે સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસીથી ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત બની છે. એટલું જ નહીં આથી પૂરી ટીમનો ઉત્સાહ વધ્યો છે. તે બન્ને જલ્દીથી તેમનું ફોર્મ હાંસલ કરી લેશે. આઇપીએલમાં બન્નેએ સારું પ્રદર્શન કર્યું પણ છે. પોન્ટિંગના મતે ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ ઓસિ. ટીમની સૌથી મોટી તાકાત બની રહેશે. આ ઉપરાંત મેકસવેલ અને સ્ટોનિસ ઓલરાઉન્ડ તરીકે ઉપયોગી બની રહેશે. વર્લ્ડ કપમાં જીતની તક કઇ ટીમની વધુ તેવા સવાલ પર પોન્ટિંગે કહયું કે ઇંગ્લેન્ડ નંબર વન છે. આ પછી બીજા નંબર પર ભારત અને ઓસ્ટ્રેલિયા આવે. જો કે વર્લ્ડ કપ લાંબી ટૂર્નામેન્ટ છે. આથી બધી ટીમ વચ્ચે છેલ્લે સુધી રસાકસી જોવા મળશે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer